|
 |
|
વિશે
પ્રોજેક્ટનો ધ્યેય:
| "ઉત્કર્ષ એ ગુજરાતીઓને કોમ્પ્યુટરની શક્તિઓનો લાભ મળે તે માટેનો પ્રયાસ છે." |
ઉત્કર્ષ ગુજરાતી વપરાશકર્તાને તેમની પોતાની ભાષામાં કોમ્પયુટર વાપરવાની આઝાદી આપે છે. કોમ્પયુટર હવે રોજ-બરોજનો ભાગ બની ગયુ હોવા છતાં, ભારતીય ભાષામાં સોફ્ટવેરની ઉણપ એ મોટામાં મોટી અડચણ છે. જ્યારે કોમ્પ્યુટર સ્થાનિક ભાષામાં ઉપલબ્ધ બનશે ત્યારે જ 'ઇન્ફોર્મેશન ટેકનોલોજી'નો લાભ સામાન્ય વ્યક્તિને મળી શકશે.
ઉત્કર્ષ એ અંગ્રેજી ન જાણતા લોકોમાં કોમ્પ્યુટરનો ઉપયોગ વધારીને "ડિજીટલ ડિવાઇડ" ઓછો કરશે. ઉત્કર્ષનો એક હેતુ ગુજરાતી સંસ્કૃતિને "ડિજીટલ યુગ" માં લઇ જવાનો અને ગુજરાતી ભાષા નામશેષ ન થાય તે પણ છે.
ઉત્કર્ષની લાક્ષણિકતાઓ :
ઉત્કર્ષ એક સંપૂર્ણ ઓપરેટીંગ સિસ્ટમ છે - નહી કે ફક્ત એક સામાન્ય પ્રોગ્રામ. ઉત્કર્ષ ઓપરેટીંગ સિસ્ટમ નીચેની લાક્ષણિકતાઓ સાથે આવે છે:
- સરળ અને નયનરમ્ય ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ
- મેનુ, સંદેશા, કાર્યક્રમો - બધું જ ગજરાતીમાં
- અત્યારની ઓપરેટીંગ સિસ્ટમમાં દખલ કર્યા સિવાય સીધું સીડી પરથી ચલાવો
- તમારી પસંદગીનાં ૬ કરતાં વધુ કી-બોર્ડ લેઆઉટ વાપરો
- સ્પેલચેકર અને ડીક્શનેરીનો સમાવેશ!
- નવા કી-બોર્ડની જરુર નથી - અત્યારનું કી-બોર્ડ વાપરી ગુજરાતીમાં લખો
- વાઇરસ વગેરેનો કોઇ ભય નહી
- ગમે તે ભાષામાં લખો - ગુજરાતી કે અંગ્રેજી - બે ભાષાનો લાભ લો
- ફાઇલો બનાવો, છાપો અને વહેંચો
- ઓપનઓફિસ - દસ્તાવેજો, રીપોર્ટ, પત્ર, રજૂઆતો, ગણતરીઓ વગેરે પર કામ કરો
- મોઝિલા - ઇન્ટરનેટ ખોલો અને માહિતીના મહાસાગરમાં ડૂબકી મારો
- ઇવોલ્યુશન - ઇ-મેઇલનું આદાન-પ્રદાન કરી દુનિયાના કોઇપણ ખૂણે વસેલા સ્વજનની ભાળ લો
- ગેઇમ - મિત્રો સાથે વાતચીત કરો - આખી સિસ્ટમને તમારી પસંદનો દેખાવ આપો
- ૨૦ થી વધુ રોમાંચક રમતો
- ડાયા, સોડીપોડી - વિવિધ પ્રકારના ગ્રાફિક્સ અને ચિત્રકામો બનાવી તમારી સર્જનશીલતા ખીલવો
- તમારી મીટીંગો અને કામકાજની યાદી સાચવો
- એકદમ સરળતાથી નેટવર્ક અને પ્રિન્ટર સેટઅપ કરો
- અનેક જાતની ફાઇલો વાપરો - jpg, png, svg, doc, xls, ppt, mp3, pdf વગેરે
- ફાઇલ સંગ્રહવા માટે તમારી હાર્ડડિસ્ક/ફ્લોપીનો ઉપયોગ કરો
- બીજું પણ ઘણુબધું...
ઉત્કર્ષ શા માટે ?
ભારતનાં માત્ર ૧૦% લોકો જ અંગ્રેજી જાણે છે, જેમાંથી બહુ થોડા લોકોને કોમ્પ્યુટરની જાણકારી છે. તેથી, કોમ્પ્યુટર અને ટેક્નોલોજી વાપરવા અને સમજવામાં મોટાભાગના ભારતીયો માટે મુશ્કેલી ઊભી થાય છે.
આને કારણે ટેક્નોલોજી સસ્તી હોવા છતાં, મોટાભાગના લોકોમાં "જાણકારીની ગરીબી" જોવા મળે છે.
માત્ર અંગ્રેજી ભાષાની જાણકારીના અભાવના કારણે કોમ્પ્યુટરની શક્તિઓથી વંચિત રહી જાય તે દુર્ભાગ્યપૂર્ણ છે. તેથી, વિશાળ સમૂહમાં કોમ્પ્યુટર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના લાભો પહોંચાડવામાં, સ્થાનિકીકરણ અગત્યનો ભાગ ભજવે છે. ઉત્કર્ષએ આ દિશામાં પ્રયત્ન છે.
જ્યારે કેબલ ટીવી ભારતમાં આવ્યું ત્યારે, ફક્ત ૫% લોકો અંગ્રેજી જાણતા હતા અને છતાં તે અંગ્રેજીમાં હતું. આજે, લગભગ દરેક પ્રાદેશિક ભાષાની ૨ કે તેથી વધુ ચેનલ છે. આ ભાષાની શક્તિ છે.
ઉત્કર્ષ એ સ્વતંત્ર સોફ્ટવેર પર આધારિત છે:
ઉત્કર્ષના મૂળ 'ઓપન સોર્સ' સોફ્ટવેરમાં છે. તે GNU/લિનક્સ પર આધારિત છે.
લિનક્સ એ મફત છે, એટલેકે, "સ્વતંત્ર" ઓપરેટીંગ સિસ્ટમ છે. "મફત" એટલે કે પૈસાની રીતે નહિ પણ, નકલ કરવામાં, વિતરણ કરવામાં, ફેરફાર કરવામાં, અભ્યાસ કરવામાં અને ઓપરેટીંગ સિસ્ટમ ને પોતાને અનુરુપ કરવામાં મફત.
લિનક્સનો ઉપયોગ કરવાનો મુખ્ય હેતુ કોમ્પ્યુટરને સમાજમાં બધી દિશામાં પહોંચાડવાનો છે.
કોમ્પ્યુટરની શક્તિઓનો લાભ માત્ર ચોક્કસ વર્ગને જ મળે તે યોગ્ય નથી.
અમારી ટીમ:
 |
ઉત્કર્ષ ટીમ અશોક કરાનીયા, સી.ઇ.ઓ., મેગ્નેટ ગ્રુપ અને નીરવ મહેતા, ચેરમેન અને એમ.ડી., મેગ્નેટ ગ્રુપ, ના માર્ગદર્શન હેઠળ કાર્ય કરે છે. તેમાં કાર્તિક મિસ્ત્રી (પ્રોજેક્ટ મેનેજર), મીના છેડા, જાગૃતિ વાલાની, વિશાલ કોઠારી અને અશોક સુથાર નો સમાવેશ થાય છે. શરુઆતની ટીમમાં સભ્યોમાં અંકિત પટેલ, અંકુર પટેલ, ભાવિન શાહ, અતિત પટેલ, શ્વેતા કોઠારીી અને ખુશ્બુ શાહનો સમાવેશ થાય છે.
|
|