|
પ્રશ્નો
આ બહુ સામાન્ય રીતે પૂછાતા પ્રશ્નોનાં ઉત્તરો છે. જો તમને કોઇ સમસ્યા હોય અને આ વિભાગમાં તમારા પ્રશ્નોનાં ઉત્તરો ન મળે તો વિના સંકોચે અમારો સંપર્ક કરો.
૧.ઉત્કર્ષ CD હું કેવી રીતે ચલાવી શકું ?
ઉત્કર્ષ CD એ જીવંત CD છે. એનો અર્થ એવો થાય કે તમે તમારી હાર્ડ ડિસ્કમાં કોઇ પ્રકારના ઇન્સ્ટોલેશન વિના સીધુ જ CDથી ચલાવી શકશો. ઉત્કર્ષ ચલાવવા માટે, મહેરબાની કરીને ખાતરી કરો કે કોમ્પ્યુટર માટે CD ડ્રાઇવ પ્રથમ બુટ ડીવાઇસ હોવુ જોઇએ. પછી ઉત્કર્ષ CD CD ડ્રાઇવમાં મૂકીને તમારુ કોમ્પ્યુટર ફરી ચાલુ કરો. આ તમને ઉત્કર્ષ બુટ સ્ક્રીન બતાવશે અને થોડી વાર પછી તમે ઉત્કર્ષ ડેસ્કટોપ જોઇ શકશો.
૨.ઉત્કર્ષ CD ની જગ્યાએ મારું કોમ્પ્યુટર વિન્ડોઝ શરુ કરી દે છે.
ચકાસો કે CD-ROM એ પ્રથમ બુટ-ડિવાઇસ છે કે નહી. આ તમે તમારા BIOSમાં દર્શાવી શકો છો. કોમ્પ્યુટરની બનાવટ મુજબ BIOS સુયોજનાઓ બદલાતી હોય છે, પણ તમે "બુટની ગો� વણી" શોધી અથવા તેના જેવા બીજા વિકલ્પો પસંદ કરી બુટનો ક્રમ ગો� વી શકો. જો કદાચ તમને કોઇ સમસ્યા થાય તો તમારા હાર્ડવેર વિક્રેતાને સંપર્ક કરો. ઉત્કર્ષ ટીમ તમને આમાં મદદ કરી શકશે નહિ.
૩.જ્યારે હું CD ડ્રાઇવમાં CD નાખુ ત્યારે તે બ્રાઉઝરમાં પાનુ બતાવે છે અને પછી કંઇ થતુ નથી. આ શું છે?
અમે બધી રીતે મહેનત કરીને ઉત્કર્ષને તમારી માટે ચલાવવામાં સરળ બનાવ્યું છે. જ્યારે વિન્ડોઝમાંથી સિસ્ટમ ચલાવો ત્યારે, ઉત્કર્ષ આપોઆપ તમને સ્ક્રીન બતાવશે અને આ CD વાપરવાની સાચી રીત નથી તે જણાવે છે. ઉત્કર્ષ વાપરવા માટે CD ડ્રાઇવમાં CD રાખીને કોમ્પ્યુટર ફરી ચાલુ કરો .
૪. Windows 98/2000/XP પર ઉત્કર્ષ કેવી રીતે ઇન્સ્ટોલ કરવુ?
ઉત્કર્ષ વિન્ડોઝનો કાર્યક્રમ નથી. ઉત્કર્ષ પોતે જ એક ઓપરેટીંગ સિસ્ટમ છે જે વિન્ડોઝ પર ઇન્સ્ટોલ થઇ શકતી નથી. ઉત્કર્ષ તમારે CD પરથી જ ચલાવવુ પડશે.
૫.વિન્ડો સોફ્ટવેર હું ઉત્કર્ષ સાથે કેવી રીતે ચલાવી શકુ?
ઉત્કર્ષ વિન્ડોઝ સોફ્ટવેર સાથે અનુરૂપ નથી. અમે વિન્ડોઝનાં કાર્યક્રમ ઉત્કર્ષ સાથે ચાલે તેવી સિસ્ટમ વિક્સાવવા પર કામ કરી રહ્યા છીએ. પણ હમણા તમે વિન્ડોઝનાં કાર્યક્રમ ઉત્કર્ષ સાથે ચલાવી શકશો નહિ.
ભાવિ પ્રશ્નો
જો તમારો પ્રશ્ન / સમસ્યા અહીં ન હોય તો, સંપર્ક માટેના પાનાનું ફોર્મ વાપરી અમને જણાવો. અમે તમારા પ્રશ્નનો ઉકેલ ઝડપથી લાવીશુ.
|