|
|
 | |

ગુજરાતીલેક્સિકોન.કોમ
એ ઇન્ટરનેટ પરનો વિશાળ ગુજરાતી શબ્દકોષ છે. ગુજરાતીલેક્સિકોન.કોમ
પ્રોજેક્ટે ગુજરાતી ભાષાનાં વિકાસ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી વચ્ચેનાં
સંબંધમાં એક નવું સીમાચિહ્ન સર કર્યું છે. આ પ્રોજેક્ટનાં શિલ્પી ૮૪
વર્ષનાં દીર્ધદ્રષ્ટા રતિલાલ ચંદરયા છે, કે જેમણે બે દાયકા કરતાં વધુ
સમયનો અથાગ પરિશ્રમ આ ગુજરાતી ડિજીટલ ડિક્શનેરી પાછળ કર્યો છે. પૂરા
વિશ્ર્વમાં વ્યાપેલી ગુજરાતી ભાષાનાં વપરાશકર્તાઓ માટે આમાં વિવિધ
સ્ત્રોતોમાંથી ૨૦ લાખ કરતાં વધુ શબ્દોનો સમાવેશ થાય છે.
આ
ડિક્શનેરીનુૂં સૌથી વધુ નોંધનીય પાસું ગુજરાતી સ્પેલચેકર છે કે જેને આ
પ્રાચીન ભાષાનો પ્રચાર કરતાં સૌ કોઇ એ હ્દયપૂર્વક આવકાર્યું છે.
આ લેક્સિકોન નીચેનાં ભાગોમાં વહેંચાયેલ છે:
અંગ્રેજી-ગુજરાતી ડિક્શનેરી
લગભગ ૫૨,૮૭૪ જેટલાં શબ્દો સમજાવવા માટે તેમાં અંદાજે ૫,૨૬,૪૩૫ જેટલાં શબ્દોનો ઉપયોગ ગુજરાતી અર્થ સાથે તેનાં વ્યાકરણ અને ઉચ્ચારણ સાથે થયેલ છે.
ગુજરાતી-અંગ્રેજી ડિક્શનેરી
લગભગ ૪૭,૮૯૭ જેટલાં ગુજરાતી શબ્દો સમજાવવા માટે તેમાં અંદાજીત ૩,૯૭,૩૭૭ જેટલાં શબ્દો અંગ્રેજી અર્થ સાથે તેનાં વ્યાકરણની સમજ સાથે આપેલ છે.
ગુજરાતી-ગુજરાતી ડિક્શનેરી
ગુજરાતી-ગુજરાતી ડિક્શનેરીમાં ૧,૪૯,૭૦૯ જેટલાં ગુજરાતી શબ્દોનાં અર્થ વ્યાકરણ સહિત સમજાવવા માટે કુલ ૧,૧૬૩,૨૯૨ શબ્દોનો સમાવેશ થાય છે.
આ ઓનલાઇન સ્રોતની બીજી લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે:
વિરોધાર્થી શબ્દો:
લગભગ ૫,૧૪૪ જેટલાં વિરોધી શબ્દો સમજાવવા માટે તેમાં અંદાજીત ૫૧,૮૮૯ જેટલાં ગુજરાતી શબ્દો તેનાં વ્યાકરણની સમજ સાથે આપેલ છે.
કહેવતો અને રૂઢીપ્રયોગો:
લગભગ ૧૫,૧૬૯ જેટલી કહેવતો અને રૂઢીપ્રયોગો સમજાવવા માટે તેમાં અંદાજીત કુલ ૧,૧૩,૯૦૭ જેટલાં ગુજરાતી શબ્દોનો સમાવેશ થાય છે.
થીસોરસ:
૩૦ વર્ગોમાં વિભાજીત ૧૦૦૯ જેટલાં ખ્યાલો સમજાવવા માટે કુલ ૧,૫૮,૬૪૧ શબ્દોનો સમાવેશ થાય છે. થીસોરસ તમને એક સમાન લાગતાં શબ્દોમાંથી એક ચોક્કસ શબ્દને બરાબર અર્થ શોધવામાં મદદ કરે છે.
સ્પેલચેકર સાથેની આ ડિક્શનેરી CD પર પણ પ્રાપ્ત છે. સતત સુધારાઓ અને વધારાઓ માટે વાંચકોનાં પ્રતિભાવોનું અમે સ્વાગત કરીએ છીએ.
ગુજરાતીલેક્સિકોન.કોમ પ્રોજેક્ટને ચંદરીયા ગ્રુપનાં ચંદરીયા ફાઉન્ડેશન, યુ.એસ.ટેકનોલોજીસીસ, સ્ટીલકો ગુજરાત, વ્યુક્વેસ્ટ અને મેગ્નેટ ટેકનોલોજીસીસનો આધાર પ્રાપ્ત છે.
|