|
 |
|
ઘર
ઉત્કર્ષ એ ગુજરાતી પ્રજાને કોમ્પ્યુટરની શક્તિઓનો લાભ મળે એ માટેનો પ્રયાસ છે.
કોમ્પ્યુટર હવે રોજ-બરોજ નો ભાગ બની ગયા હોવા છતાં ભારતીય ભાષામાં સોફ્ટવેરની ઉણપ એ મોટામાં મોટી અડચણ છે. જ્યારે કોમ્પ્યુટર સ્થાનિક ભાષામાં ઉપલબ્ધ બનશે ત્યારે જ 'ઇન્ફોર્મેશન ટેકનોલોજી' નો લાભ સામાન્ય વ્યક્તિને મળી શકશે.
ઉત્કર્ષ વપરાશકર્તાને પોતાની ભાષામાં કોમ્પ્યુટર ઉપયોગ કરવાની સુવિધા આપે છે. ઉત્કર્ષ એ અંગ્રેજી ન જાણતા લોકોમાં કોમ્પ્યુટરનો ઉપયોગ વધારીને "ડિજીટલ ડિવાઇડ" ઓછો કરશે.
ઉત્કર્ષ ગુજરાતી ભાષા તથા સંસ્કૃતિને વિદેશી સંસ્કૃતિના આક્રમણ સામે જીવંત રાખવાનો પ્રયત્ન છે.
ઉત્કર્ષ એક સંપૂર્ણ ઓપરેટીંગ સિસ્ટમ છે - નહી કે ફક્ત એક સામાન્ય પ્રોગ્રામ. ઉત્કર્ષ ઓપરેટીંગ સિસ્ટમ નીચેની લાક્ષણિકતાઓ સાથે આવે છે:
- સરળ અને નયનરમ્ય ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ
- મેનુ, સંદેશો, કાર્યક્રમો - બધું જ ગજરાતીમાં
- અત્યારની ઓપરેટીંગમાં દખલ કર્યા સિવાય સીધું સીડી પરથી ચલાવો
- તમારી પસંદગીનાં ૬ કરતાં વધુ કી-બોર્ડ લેઆઉટ
- સ્પેલચેકર અને ડીક્શનેરીનો સમાવેશ!
- નવા કી-બોર્ડની જરુર નથી - અત્યારનું કી-બોર્ડ વાપરી ગુજરાતીમાં લખો
- વાઇરસ, સ્પામ વગેરેનો કોઇ ભય નહી
- ગમે તે ભાષામાં લખો - ગુજરાતી કે અંગ્રેજી - બે ભાષાનો લાભ લો
- ફાઇલો બનાવો, છાપો અને વહેંચો
- ઓપનઓફિસ - દસ્તાવેજો, રીપોર્ટ, પત્ર, રજૂઆતો (પ્રેઝન્ટેશન), ગણતરીઓ (એક્સેલ) વગેરે પર કામ કરો
- મોઝિલા - ઇન્ટરનેટ ખોલો અને માહિતીના મહાસાગરમાં ડૂબકી મારો
- ઇવોલ્યુશન - ઇ-મેઇલનું આદાન-પ્રદાન કરી દુનિયાના કોઇપણ ખૂણે વસેલા સ્વજનની ભાળ લો
- ગેઇમ - મિત્રો સાથે વાતચીત કરો - આખી સિસ્ટમને તમારી પસંદનો દેખાવ આપો
- ૨૦ થી વધુ રોમાંચક રમતો
- ડાયા, સોડીપોડી - વિવિધ પ્રકારના ગ્રાફિક્સ અને ચિત્રકામો બનાવી તમારી સર્જનશીલતા ખીલવો
- તમારી મીટીંગો અને કામકાજની યાદી સાચવો
- એકદમ સરળતાથી નેટવર્ક અને પ્રિન્ટર સેટઅપ કરો
- અનેક જાતની ફાઇલો વાપરો - jpg, png, svg, doc, xls, ppt, mp3, pdf વગેરે
- ફાઇલ સંગ્રહવા માટે તમારી હાર્ડડિસ્ક/ફ્લોપીનો ઉપયોગ કરો
- બીજું પણ ઘણુબધું...
ઉત્કર્ષના મૂળ 'ઓપન સોર્સ' સોફ્ટવેરમાં છે. તે GNU/લિનક્સ પર આધારિત છે અને લોકપ્રિય કાર્યક્રમોની ગુજરાતી આવૃતિ ધરાવે છે.
|